અહેવાલ-બળવતસિંહ ઠાકોર
ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે ગાંધીજયંતિ નિમિતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સફાઈ મિત્ર આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો તેમજ અને આભા કાર્ડ, આયુષમાનકાર્ડ, Ncd ચકાસણી કરવામાં આવી હતી.
તાલુકા વિકાસ અધિકારી ભાટિયા કલ્પેશભાઈ , તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન, માજી સરપંચ ભુપતજી ઠાકોર, કે કે ઠાકોર તલાટી અને ગ્રામજનો ડભોડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ. ભાર્ગવ પ્રજાપતિ ની હાજરી માં સફાઈ મિત્ર આરોગ્ય ચકાસણી કેમ્પ અને આયુષમાન કાર્ડ, આભાકાર્ડ, NCD ચેક અપ યોજાયો. જે માં આરોગ્ય વિભાગના સુપરવાઈઝર કેશરીસિંહ, આશાબેનો, તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહી, આયુષ્માન કાર્ડ, આભાકાર્ડ, NCD ચેક અપ, આંતરરાષ્ટ્રીય વૃદ્ધત્વ નિવારણ અંતર્ગત ચેકઅપ કરવામાં આવ્યું હતું, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આદર્શ પ્રમાણે એક પેડ માઁ મા કે નામ પ્રમાણે સૌવે વૃક્ષારોપણ કર્યું હતું.
NVBDCP પોગ્રામ અંતર્ગત જન જાગૃતિ દ્વારા લોકોને એના વિશે જન જાગૃતિ માટે જૂથ ચર્ચા માધ્યમ કર્યું હતું.. આ ઉપરાંત કર્મચારી પ્રજ્ઞેશ પટેલ, ગૌતમભાઈ, આશાબેન દ્વારા આરોગ્યવિષયક કામગીરી કરવામાં આવી હતી.. સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે શાળાના બાળકો શિક્ષકો સ્થાનિક અગ્રણીઓ તેમજ ગામ લોકો પણ ઉત્સાહ ભેર ઉપસ્થિત રહ્યા હતા.