કડી બોરીસણા કેનાલ પર આત્મહત્યા કરવા જતાં પરીવાર ને પોલીસે બચાવી લઇને ઉમદા કાર્ય કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી બોરીસણા કેનાલ પર આત્મહત્યા કરવા જતાં પરીવાર ને પોલીસે બચાવી લઇને ઉમદા કાર્ય કર્યું કેનાલ ઉપર એક પરીવાર સામૂહિક આત્મહત્યા કરવા જઈ રહ્યુ છે તેવી સ્થાનીક પોલીસ ને બાતમી મળતાં સ્થાનીક પોલીસે જીલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન મુજબ પેટ્રોલીંગ કરી બાતમી વાળી કેનાલ ઉપર તપાસ કરી આત્મહત્યા કરવા જતાં પરીવાર ને પોલીસે બચાવી લઇને સમગ્ર પોલીસ સ્ટાફ ને ઉદાહરણ રૂપ કામગીરી કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ ને વર્ધી મળી હતીકે અરજદાર બેન પોતાના બાળકો સાથે કડી સાણંદ રોડ ઉપર આત્મહત્યા કરવા માટે જઈ રહ્યા છે પોલીસે ટેકનિકલ સોર્સ અને વિવિધ સાધનોનો ઉપયોગ કરી સમયસર સ્થળ ઉપર પોહચી આત્મહત્યા કરવા જતી મહિલાને અને બે બાળકોની જાન બચાવી પોલીસે પ્રશંસીય કામ કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.