MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જન આરોગ્ય સમિતિ ની સરકારી વિવિધ યોજનાઓ અંતર્ગત તાલીમ શિબીર યોજાઇ

વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જન આરોગ્ય સમિતિ ની સરકારી વિવિધ યોજનાઓ અંતર્ગત તાલીમ શિબીર યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પામોલ પિલવાઇ સોખડા સરદારપુરા સહિતના ગામડાઓમાં જન આરોગ્ય સમિતિ ની બેઠક આયુષ મેડિકલ ઓફિસર ની અધ્યક્ષતા મા બેઠક અને તાલીમ શિબિર યોજાઈ હતી. જેમા જન આરોગ્ય સમિતિ ના સભ્યો ના કાર્યો તેમજ આરોગ્ય ની જુદી જુદી યોજનાઓમંત્રી જન આરોગ્ય યોજના અંતગર્ત આયુષ્યમાન કાર્ડ આભાકાર્ડ તેમજ સગર્ભા માતા માટે નમોશ્રી યોજના.પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના,ચિરંજીવી યોજના ,જનની સુરક્ષા યોજના તેમજ ૭૦ વર્ષ સુધી વધુ વયના લોકો ની આયુષ્યમાન કાર્ડ .તેમજ 100 ડે ટી બી પ્રોગ્રામ અંતર્ગત પ્રધાન મંત્રી નિશ્ચય સહાય યોજના તેમજ બિન ચેપી રોગોને નું સ્ક્રીનીંગ ,બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત લોક જાગૃતિ તેમજ વાહક જન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકન ગુનિયાના ,પાણી જન્ય રોગો ના થાય અને સરકારી યોજનાનો લાભ છેવાડા ના માનવી સુધી મળે તે માટે જન આરોગ્ય સમિતિ સભ્યો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ આ તાલીમ માં જન આરોગ્ય સમિતિ સભ્યો સરપંચ શિક્ષકો આરોગ્ય કર્મચારી,આશાબેન,આંગણવાડી બેનો હાજર રહ્યા હતા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવા મા આવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!