MEHSANAVIJAPUR

વિજાપુર પિલવાઈ મહેસાણા હાઇવે રોડ ઉપર અજાણ્યા ડમ્પરે રાત્રી ના અંધારામાં ઉંટને ટક્કર મારી અકસ્માત કરી ડમ્પર ચાલક નાસી છૂટયો

વિજાપુર પિલવાઈ મહેસાણા હાઇવે રોડ ઉપર અજાણ્યા ડમ્પરે રાત્રી ના અંધારામાં ઉંટને ટક્કર મારી અકસ્માત કરી ડમ્પર ચાલક નાસી છૂટયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ કર્મચારી યુવરાજસિંહ રાત્રે પેટ્રોલીંગ માં હતા.તે સમયે પિલવાઇ મહેસાણા હાઇવે ઉપર એક ઊંટ ને કોઈ ડમ્પરવાળો ટક્કર મારીને ભાગી ગયો છે. તો ઊંટ વધારે ઇજગ્રસ્ત છે અને પીડાય છે.તેઅંગે ગૌસેવા સભ્યને રાત્રી11:30 વાગે ફોન આવ્યો હતો તેઓએ ગૌસેવા ટીમના સભ્યો કૌશિક પટેલ હાર્દિક રાવલ, દીપ બારોટ, મનીષાબેન તેમજ ડો હેપી પટેલ અને નગરપાલિકા ફાયર ફાઇટરના પાઇલોટ કુલદીપ પટેલને બોલાવીને ચાલુ વરસાદમા રાતે 2:30 વાગે ક્રેન દ્વારા ઊંટનુ રેસ્ક્યુ કરીને બસ ડેપો રોડના સેડમાં લાવીને તમામ સારવાર કરીને જીવ બચાવ્યો હતો.આ બાબતે અકસ્માત ની જાણ ધારાસભ્ય સીજે ચાવડા ને કરવામાં આવતા તેઓએ પણ ગૌ સેવકો ને આ બાબતે જોઈતી દરેક મદદ આપવા જણાવ્યું હતુ. મોડી રાત્રીએ પણ ગૌ સેવા કર્તવ્ય ટ્રસ્ટના મનીષા બેનની પ્રાણી માત્ર જીવદયા ને લઇ ને લોકોએ કામગીરીના વખાણ કર્યા હતા . જોકે સ્થળ ઉપરથી અજાણ્યો ડમ્પર ચાલક અકસ્માત કરી નાસી છૂટયો હતો.

Back to top button
error: Content is protected !!