MEHSANAVIJAPUR

વિજાપુર પિલવાઈ પટેલપરા થી જોડેશ્વર મહાદેવ સુધીના રોડ નો રૂ.1.20 કરોડના કામનું ખાતમૂહૂર્ત ડો. સી.જે. ચાવડાના અધ્યક્ષ સ્થાને વિકાસ કાર્યનો પ્રારંભ, ગ્રામજનોમાં ખુશીનો માહોલ

વિજાપુર પિલવાઈ પટેલપરા થી જોડેશ્વર મહાદેવ સુધીના રોડ નો રૂ.1.20 કરોડના કામનું ખાતમૂહૂર્ત
ડો. સી.જે. ચાવડાના અધ્યક્ષ સ્થાને વિકાસ કાર્યનો પ્રારંભ, ગ્રામજનોમાં ખુશીનો માહોલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિજાપુર તાલુકાના પિલવાઈ પટેલપુરા થી જોડેશ્વર મહાદેવ માર્ગ થઈ મહેસાણા હાઇવે સુધીના આશરે 1.250 કિલોમીટર લાંબા સીસી રોડ તેમજ ડામર રોડના કામનું ખાતમૂહૂર્ત તાલુકાના સ્થાનીક ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ.1.20 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ માર્ગ નિર્માણ કાર્યથી સ્થાનિક લોકોને અવરજવર માટે મોટી સુવિધા મળશે.જેને લઇ લાંબા સમયથી રોડની માંગણી વચ્ચે હવે વિકાસ કાર્યનો પ્રારંભ થતાં ગ્રામજનોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી પૂર્ણ થયા બાદ વિકાસના કામોને ગતિ મળતાં લોકો દ્વારા સરકાર અને સ્થાનિક પ્રતિનિધિઓ પ્રત્યે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જીલ્લા પંચાયત ના સદસ્ય જીગ્નેશ ભાઈ પટેલ તથા કનકસિંહ વિહોલ, તાલુકા મહામંત્રી ગોવાભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના મંત્રી રાજેશભાઈ પટેલ જેપુર તેમજ કાર્યકર્તાઓ, ગામના સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!