MEHSANAVIJAPUR

આયુષ્માન આરોગ્ય મંદિર ડાભલાની આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત

આયુષ્માન આરોગ્ય મંદિર ડાભલાની આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ડાભલા ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચેતનભાઈ પ્રજાપતિ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોની કામગીરીનું રિવ્યુ કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી રેકોર્ડ-રજિસ્ટરની ચકાસણી કરી આરોગ્ય કર્મચારીઓને કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન ‘ગૌરવી દિવસ’ અંતર્ગત કિશોરીઓ માટે આરોગ્યલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિશોરીઓને પોષણ અંગે સલાહ, વ્યક્તિગત તથા શારીરિક સ્વચ્છતા અને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
દરમિયાન RCHO ડૉ. વિજયભાઈ પટેલ, મહેસાણા તથા AMO ડૉ. ચિરાગભાઈ, સરદારપુર દ્વારા રણસીપુરના ડેરીયા-ટેચાવા સીમ વિસ્તારમાં NVBDCP અંતર્ગત સુપરવિઝન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટેની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!