BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

સમીર પટેલ, ભરૂચ
વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નુતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નુતનવર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો સાથે જ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!