GUJARATHALOLPANCHMAHAL

હાલોલ -સરસ્વતી વિદ્યા મંદિર શાળા ખાતે એનડીઆરએફ ટીમ દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૩.૨૦૨૫

હાલોલની સરસ્વતી વિદ્યામંદિર શાળામાં ખાતે જરોદ સ્થિત કાર્ય કરતી NDRF ની ટીમ દ્વારા શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ડાયરેક્ટર, ટ્રસ્ટી, આચાર્ય તથા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને એનડીઆરએફ ટીમના ઓફિસર અને જવાનો દ્વારા આપત્તિઓનો સામનો કેવી રીતે કરવો તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓને કુદરતી આપત્તિઓથી કેવી રીતે બચવું ભૂકંપ આવે ત્યારે ભૂકંપ દ્વારા ઈજા પામનાર વ્યક્તિને પ્રાથમિક સારવાર 108 આવે ત્યાં સુધી કેવી રીતે આપવી, હાર્ટ અટેક આવે ત્યારે વ્યક્તિને cpr કેવી રીતે આપવો તેમજ પૂર આવે ત્યારે આપણે કઈ વસ્તુ સાથે રાખી પોતાનો બચાવ કરી શકીએ તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ સમક્ષ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી ડેમો પણ વિદ્યાર્થીઓને કરાવ્યો હતો. પાણીમાં ડૂબવામાંથી બચવા માટે શું કરવું જોઈએ તે પણ સમજાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત જ્યારે વ્યક્તિને ઈજા થાય ત્યારે લોહી વહેતું અટકાવવા માટેની પદ્ધતિઓ, કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ગળી જાય ત્યારે તે વસ્તુ બહાર કેવી રીતે કાઢવી તે પણ શીખવાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!