GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા

 

HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા

 

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડીને કુલ ૫ આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરીને જુગાર રમતા પાંચ ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ:વિજય છગનભાઇ માકાસણા (રહે. ચરાડવા, તા. હળવદ) ગીરીશ રતીલાલભાઇ પરમાર (રહે. ચરાડવા, તા. હળવદ) રફીક હારૂનભાઇ મોવર (રહે. માળીયા માતમના ઓટા પાસે, તા. માળીયા) અમીત રમેશભાઈ ચૌહાણ (રહે. નવા તળાવ, ચરાડવા, તા. હળવદ) દિલીપ અરવિંદભાઈ સોનગ્રા (રહે. પ્લોટ વિસ્તાર, ચરાડવા, તા. હળવદ) પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૩૨,૮૦૦/- ની રોકડ રકમનો મુદામાલ જપ્ત કર્યો છે. આ તમામ ૫ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!