GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘુટુ ગામની સીમમાંથી રમકડાં આપવાની લાલચ આપી ૩ વર્ષના માસૂમ બાળકનું અપહરણ

 

MORBI:મોરબીના ઘુટુ ગામની સીમમાંથી રમકડાં આપવાની લાલચ આપી ૩ વર્ષના માસૂમ બાળકનું અપહરણ

 

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલી સ્પેનસરા સીરામીકની લેબર કોલોનીમાંથી માત્ર ૩ વર્ષના માસૂમ બાળકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. રમકડાં અપાવવાની લાલચ આપી એક શખ્સ બાળકને ઉઠાવી જતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઘુટુ ગામની સીમમાં આવેલ સ્પેનસરા સીરામીકની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા અર્ચનાબેન રાજુભાઇ વર્મા (ઉ.વ.૨૬) એ આરોપી સંતોષ નવલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સંતોષ નવલાએ અર્ચનાબેનના ૩ વર્ષના સગીર વયના પુત્રને બજારમાંથી રમકડાં અપાવવાનું બહાનું બતાવ્યું હતું અને માતાના કાયદેસરના વાલીપણામાંથી બાળકનું અપહરણ કરી ભાગી છૂટ્યો હતો.

આ બનાવ અંગે માતાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી, માસૂમ બાળકની શોધખોળ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

Back to top button
error: Content is protected !!