MORBI:મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી પાસે ચાલુ રિક્ષામાંથી મહિલા પટકાતા કરુણ મોત, ચાલક વિરુદ્ધ ગુનો દાખલ.




MORBI:મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી પાસે ચાલુ રિક્ષામાંથી મહિલા પટકાતા કરુણ મોત, ચાલક વિરુદ્ધ ગુનો દાખલ.

મોરબી: મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટિયા પાસે એક કરુણ અકસ્માત સર્જાયો છે. જેમાં પૂરઝડપે જતી સીએનજી રિક્ષામાંથી ફેંકાઈ જતાં એક મહિલાનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવી ટીંબડી ગામે રહેતા મુનેશભાઇ નાનજીભાઇ પરમારના પત્ની વર્ષાબેન સીએનજી રિક્ષા નંબર GJ-36-W-1358 માં મુસાફરી કરી રહ્યા હતા. રિક્ષા ચાલક પોતાની રિક્ષા અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. રિક્ષાની ગતિ એટલી વધારે હતી કે ટીંબડી ગામના રસ્તા પાસે વર્ષાબેન ચાલુ રિક્ષામાંથી અચાનક રોડ પર પટકાયા હતા.રોડ પર પટકાવાને કારણે વર્ષાબેનને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો.આ ઘટના અંગે મૃતક મહિલાના પતિ મુનેશભાઇ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ બેફીકરાઈથી વાહન ચલાવી મોતનું કારણ બનવા બદલ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.




