
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૦ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે બે અલગ-અલગ દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બીયરના ટીન, મોબાઈલ ફોન અને ફોર-વ્હીલર કાર મળી કુલ રૂ. ૩,૫૩,૫૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રથમ કાર્યવાહીમાં પોલીસે બિદડા વાડી વિસ્તારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા બીયરની ૬૬૪ બોટલો (કિંમત રૂ. ૧,૩૩,૦૪૦) અને રૂ. ૫૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે બિદડા વાડી વિસ્તારના રહીશ અમૃતભાઈ શામજી રામાણીને ઝડપી પાડ્યો હતો, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ અર્જુન ભીખા સંઘાર અને બાબુ મંગા સંઘાર (બંને રહે. બિદડા, તા. માંડવી) ને પકડવાના બાકી દર્શાવી આગળની કાયદેસરની ઈન્ક્વાયરી હાથ ધરી છે.બીજી કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂની ૭૫ બોટલો અને બીયરના ૨૪ ટીન (કિંમત રૂ. ૨૦,૦૦૦) કબજે કરવા સાથે રૂ. ૨ લાખની કિંમતની એક ફોર-વ્હીલર કાર પણ જપ્ત કરી હતી. આ કેસમાં પણ બિદડાના અર્જુન ભીખા સંઘાર સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.બંને કેસ મળીને પોલીસે કુલ રૂ. ૧,૫૩,૦૪૦ નો દારૂ-બીયરનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત રૂ. ૩,૫૩,૫૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.




