GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રંગપર બેલા રોડ પરથી ૧.૮ કિલો ગાંજા સાથે સીરામીક શ્રમિક ઝડપાયો

 

MORBI:મોરબીના રંગપર બેલા રોડ પરથી ૧.૮ કિલો ગાંજા સાથે સીરામીક શ્રમિક ઝડપાયો

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રંગપર બેલા રોડ પર એસઓજી (SOG) ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

મળતી માહિતી મુજબ, રંગપર બેલા રોડ પર સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલ સ્વેડ સીરામીકના લેબર ક્વાર્ટરના બીજા માળે આવેલ રૂમમાં સુનિલ રાધેશ્યામ મૌઆર નામનો શખ્સ ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરતો હોવાની બાતમી મોરબી SOG ટીમને મળી હતી. જેને આધારે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પોલીસે આરોપી સુનિલભાઈ રાધેશ્યામભાઈ મૌઆર (મૂળ રહે. ભોજપુર, બિહાર) પાસેથી રૂ. ૯૦,૭૯૦ની કિંમતનો ૧ કિલો ૮૧૪ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે ગાંજાના વેચાણમાંથી મળેલી રૂ. ૨,૬૫૦ની રોકડ રકમ તથા રૂ. ૫,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯૮,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2-B) અને 29 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!