GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બીલીયા ગામે કારખાનાના સુપરવાઇઝર પર ત્રણ શખ્સોનો હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

MORBI:મોરબીના બીલીયા ગામે કારખાનાના સુપરવાઇઝર પર ત્રણ શખ્સોનો હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

મોરબી:તાલુકાના બીલીયા ગામ નજીક આવેલા એક કારખાનામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા યુવક પર ત્રણ સ્થાનિક શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ભેંસોને પાણી પાવા અને બહેનો-દીકરીઓને કામે ન રાખવા જેવી બાબતોની અદાવત રાખીને યુવકને લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના અને હાલ બીલીયા ગામે આવેલા ‘રોયલ એબ્રેસીવ’ નામના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ૨૬ વર્ષીય દિનેશભાઈ સગથાભાઈ આલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૨ સપ્ટેમ્બરના રોજ રાત્રે તેઓ ગામના સરકારી દવાખાના પાસે ઉભા હતા. તે સમયે બે મોટરસાયકલ પર ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા.

આરોપીઓએ કારખાનામાં બહેનો-દીકરીઓને કામે કેમ નથી રાખતા અને ભેંસોને કારખાને પાણી કેમ પાવા નથી દેતા તે મુદ્દે બોલાચાલી કરી ગાળો આપી હતી. ઝઘડો વધતા હુમલો કરવામાં આવ્યો હતો:ફારૂકભાઈ આદમભાઈ: ફરિયાદીના માથાના ભાગે લાકડીનો ફટકો માર્યો હતો.અરમાનભાઈ ફારૂકભાઈ અને તોસીફભાઈ: દિનેશભાઈને ઢીકાપાટુનો માર મારી રોડ પર ઢસડ્યા હતા.બનાવને પગલે આસપાસના લોકો ભેગા થઈ જતા ત્રણેય આરોપીઓ દિનેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.હાલમાં મોરબી તાલુકા પોલીસે અરમાનભાઈ ફારૂકભાઈ, ફારૂકભાઈ આદમભાઈ અને તોસીફભાઈ (તમામ રહે. બીલીયા) સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!