GUJARATMORBIMORBI CITY / TALUKO

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાશે મતદાન જાગૃતિ કાર્યક્રમ

સિરામીક એસો. હોલ ખાતે મતદાન જાગૃતિનો વિશેષ પ્રયાસ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાશે મતદાન જાગૃતિ કાર્યક્રમ

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૯/૦૩/૨૦૨૪, શુક્રવારના રોજ મોરબીના સિરામીક એસો. હોલ ખાતે સિરામીક એસો.ના ઉપક્રમે વિવિધ ઉદ્યોગો અને કારખાનાઓના મજૂરો તેમજ કામદારોને મતદાન બાબતે જનજાગૃતિ કેળવાય તે હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સિરામીક એસો. હોલ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વહિવટી તંત્ર તેમજ ચૂંટણી શાખા દ્વારા અગાઉ મતદાન અંગે થયેલ M.O.U. ની સમજણ, અમલીકરણ તેમજ પેઇડ લીવ અંગેની જાગૃતિ માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિરામીક એસો.ના હોદ્દેદારો, વિવિધ એસોસિએશનના આગેવાનો, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!