MORBI:મોરબી તાલુકા પોલીસની સી-ટીમ દ્વારા અસ્થિર મગજની વૃદ્ધાનું ૨૦ દિવસના અંતે પરિવાર સાથે મિલન કરાવ્યું.
MORBI:મોરબી તાલુકા પોલીસની સી-ટીમ દ્વારા અસ્થિર મગજની વૃદ્ધાનું ૨૦ દિવસના અંતે પરિવાર સાથે મિલન કરાવ્યું.
મોરબી જીલ્લામાં ગમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના થઈ હોય તે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ મથક પીઆઇ એન.આર મકવાણાના માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ અશ્વિનભાઇ ઝાંપડીયા, કોન્સ વિજયભાઇ ગોલતર તથા વુમન કોન્સ ખમાબેન બગોદરીયા સી-ટીમ અંગેની કામગીરીમાં રોકાયેલ હોય દરમ્યાન મોરબી તાલુકા પો.સ્ટે ખાતે ગણેશભાઇ રામકુમાર યાદવ રહે.દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી રાજ્ય—છત્તીસગઢ વાળાઓએ જાણ કરેલ કે તેઓના માતા મીનાબેન રામકુમાર યાદવ ઉવ-૫૫ અસ્થિર મગજના તેમજ વયોવૃધ્ધ હોય જેઓ છત્તીસગઢ રાજ્યના દાવપારા ચોકથી ગઇ તા.૨૩/૧૦ના રોજ ટ્રેનમાં બેસી જતા રહેલ છે અને હાલે તે મોરબી જીલ્લામાં હોવાની માહીતી આપેલ હોય જેથી તુરંત તાલુકા પોલીસ ટીમે હ્યુમનસોર્સ દ્વારા તપાસ કરતા ઉપરોક્ત વૃદ્ધા રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામીક કારખાનામાં હોવાની હકીકત મળી હતી જેથી સી ટીમ સાથે ત્યા જઇ તપાસ કરતા મીનાબેન રામકુમાર યાદવ કારખાનાના લેબર ક્વાટરમાંથી મળી આવેલ હોય જેઓને તાલુકા પોલીસ મથકે લાવી તેમના પરીવાર સાથે સુખદ મીલન કરાવ્યું