AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
મહાવીર સ્વામીના જીવનકવનની નિબંધસ્પર્ધામાં વિઠોડા અનુપમ પ્રા.શાળાની અનુપમ બાળા દરજી અપૂર્વાનો પ્રથમ નંબર.

અમદાવાદમાં પાલડી ખાતે પ્રભુ મહાવીર સ્વામીના 2550મા નિર્વાણ કલ્યાણક વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતના ધોરણ-6થી 12ના વિદ્યાર્થીઓ માટેની નિબંધસ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં પીએમશ્રી શ્રીમતી કે.બી.શાહ અનુપમ પ્રાથમિક શાળા,વિઠોડા. તા.ખેરાલુ જિ. મહેસાણાની અનુપમ બાળા દરજી અપૂર્વા આદિત્યકુમારનો સમગ્ર મહેસાણા જિલ્લામાં પ્રથમ નંબર આવતાં શ્રીમદ્ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજા,શેઠશ્રી શૈલેષભાઈ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી,શિક્ષણમંત્રી કુબેર ડિંડોર તથા પ્રફુલ પાનસેરિયા સાહેબ તથા ની ઉપસ્થિતિમાં 12500 રૂપિયાનો ચેક,પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવી.અપૂર્વાની આ પ્રતિભાને શાળા પરિવાર,SMC તથા માર્ગદર્શક શિક્ષક આદિત્યકુમારે બિરદાવી છે.





