GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં લક્ષ્મી નારાયણ સોસાયટીના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું: મહિલા સહિત ૫ આરોપીઓ રોકડા રકમ સાથે ઝડપાયા 

 

MORBI:મોરબીમાં લક્ષ્મી નારાયણ સોસાયટીના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું: મહિલા સહિત ૫ આરોપીઓ રોકડા રકમ સાથે ઝડપાયા

 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ક્ષેત્રમાં આવેલ સામાકાંઠે લક્ષ્મી નારાયણ સોસાયટીના એક ફ્લેટમાંથી જુગાર રમતા મહિલા અને પુરુષો મળી કુલ પાંચ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સામાકાંઠે આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીના સાઈ સ્મિત એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૪ માં જુગારધામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે સરપ્રાઈઝ રેઈડ પાડી હતી.ઝડપાયેલા આરોપીઓ તથા જપ્ત મુદ્દામાલ:બચુભાઈ સાદુરભાઈ ઠાકોર (રહે. કોબા સર્કલ, અડાલજ રોડ, ગાંધીનગર) શંકરજી મેઘાજી ઠાકોર (રહે. કોબા સર્કલ, અડાલજ રોડ, ગાંધીનગર) નાગજીભાઈ રામાભાઈ ઠાકોર (રહે. અવંતિકા ફાર્મ, નભોઈ, કોબા, ગાંધીનગર) અન્ય એક મહિલા તથા પુરુષ આરોપી (કુલ ૦૫ આરોપીઓ)પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૪૬,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!