GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં 41 ગામોના રોડ રસ્તાઓની હાલત ગંભીર હોઈ જેને લયને કેશોદના ડેપ્યુટી કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

કેશોદમાં 41 ગામોના રોડ રસ્તાઓની હાલત ગંભીર હોઈ જેને લયને કેશોદના ડેપ્યુટી કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

કેશોદ કિશાન કોંગ્રેસ દ્વારા આ પહેલા પણ એક આવેદન પત્ર આપી તંત્રને ચોમાસા પહેલા આવા ખરાબ રોડ રસ્તા ને રિપેર કરવા માટે જણાવ્યું હતું પરંતુ તેને અનુલક્ષીને કોઈ કાયૅવાહી થઈ ન હતી ત્યારે આજરોજ ફરી એકવાર કેશોદ ખાતે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે પહોંચી ને એક વિસ્તૃત આવેદન પત્ર કિશાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યુ છે અને હવે આ 41 ગામોના રોડ રસ્તાઓની હાલતમાં પેચવકૅ નહિ કરવામાં આવે તો કેશોદ કિશાન કોંગ્રેસ મામલતદાર કચેરી ખાતે આ મુદે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી સાથે આજે કિશાન કોંગ્રેસ દ્વારા કેશોદ ડેપ્યુટી કલેકટરશ્રી ને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!