GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી જિલ્લામાં યુવક કોંગ્રેસ દ્વારા ‘છાત્રો કી ગુંજ’ અંતર્ગત સહી અભિયાનનો પ્રારંભ: કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ

 

MORBI:મોરબી જિલ્લામાં યુવક કોંગ્રેસ દ્વારા ‘છાત્રો કી ગુંજ’ અંતર્ગત સહી અભિયાનનો પ્રારંભ: કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી કાર્યક્રમ ‘છાત્રો કી ગુંજ’ મુહિમ અંતર્ગત મોરબી જિલ્લામાં યુવક કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો અને અવાજને વાચા આપવા માટે એક વિશેષ સહી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબીની OMVVIM કોલેજ અને વાંકાનેરની મોહમદી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ પાસેથી હસ્તાક્ષર મેળવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં કોલેજના યુવા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ સહી અભિયાન ગુજરાત યુવક કોંગ્રેસના સહ-પ્રભારી ચંદ્રકલા નાગોરીની પ્રેરક ઉપસ્થિતિમાં અને મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમ મન્સુરીની આગેવાની હેઠળ યોજાયું હતું.

અભિયાનને સફળ બનાવવા માટે બંને શહેરોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા:મોરબી ખાતે પુષ્પરાજસિંહ જાડેજા, જય મેરજા, મિલન સોરીયા, પ્રકાશ રાજપરા, હાજી કોરડીયા, મુસાભાઈ વડાવરિયા અને ટીનાભાઈ સહિતના આગેવાનોએ મોરબી શહેર ખાતે મોરચો સંભાળ્યો હતો.

વાંકાનેર ખાતે: ગોરધનભાઈ સરવૈયા, આબીદભાઈ શેરસિયા અને રુક્મુદિન માથકિયા સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વાંકાનેરની કોલેજમાં આ અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો.આ મુહિમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને નડતી સમસ્યાઓ, શિક્ષણનું વ્યાપારીકરણ અને યુવાઓના અધિકારો માટે અવાજ બુલંદ કરવાનો છે. આગામી દિવસોમાં આ અભિયાન જિલ્લાની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિસ્તારવામાં આવશે.

Back to top button
error: Content is protected !!