GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માહિતી કચેરી ખાતેથી માહિતી મદદનીશ જલકૃતિ મહેતાને ભાવભીની વિદાય અપાઈ

MORBI:મોરબી માહિતી કચેરી ખાતેથી માહિતી મદદનીશ જલકૃતિ મહેતાને ભાવભીની વિદાય અપાઈ

 

 

જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે માહિતી મદદનીશ વર્ગ- ૩ ની જગ્યા પર નિયુક્ત માહિતી મદદનીશ જલકૃતિ કે.મહેતાને સ્ટાફ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાએ તેમને ભારે હ્રદયે શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

૫ માસથી અત્રેની કચેરી ખાતે માહિતી મદદનીશ વર્ગ- ૩ ની જગ્યા પર નિયુક્ત કુ. જલકૃતિ મહેતાની જુનાગઢ જિલ્લા માહિતી કચેરી ખાતે જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જલકૃતિએ જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ૨ વર્ષ ફરજ બજાવી છે. તેમની જુનાગઢ બદલી થતા કચેરીના તમામ સ્ટાફે ભાવભીની વિદાય આપી હતી.

Back to top button
error: Content is protected !!