MORBI:મોરબી નગરપાલિકાનાં સમયમાં ગુમ થઈ ગયેલા વોકળાઓ મહાનગરપાલિકા બન્યા બાદ મળી આવશે?મોરબી શહેરમાં ખોવાયેલા વોંકળા ગોતે કમિશનર !
MORBI:મોરબી નગરપાલિકાનાં સમયમાં ગુમ થઈ ગયેલા વોકળાઓ મહાનગરપાલિકા બન્યા બાદ મળી આવશે?મોરબી શહેરમાં ખોવાયેલા વોંકળા ગોતે કમિશનર !
મોરબી શહેરમાં જેતે સમયે મુખ્ય ૧૧ થી વધુ વોંકળા હતા જેમાં આજે મોટા પાયે વોંકળા પર દબાણ થઈ ગયું છે.
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી શહેરમાં જ્યારે નગરપાલિકાનું સાશન હતું ત્યારે કેવા કેવા કાંડ થયા છે એ મોરબી શહેરીજનો સારી રીતે જાણે છે. જેમાં મૃત્યુ પામેલા લોકો ની હાજરી પુરી નેં સરકારી નાણાં નાં બીલ ચુકવ્યા છે જે કૌભાંડ પહેલા નંબરે આવે છે કેમકે કેવી જીગર વાપરી છે બીજા નંબર પર નાં કાંડ માં મોરબી શહેર માં દશ જેટલા વહેતા વોંકળા હતાં તે ગુમ કરી દેવાનું કૌભાંડ. મોરબી શહેરમાં પાણી નિકાલ માટેના જે રાજાશાહી સમય થી વોંકળા આવેલા હતા તેના પર રાજકીય ઓછા હેઠળ ગેર કાયદેસર દબાણો થયા છે.અત્યાર સુધી નગરપાલિકાની મીઠી નજરથી મોરબી શહેરનાં દશ થી વધુ વોંકળાઓમાંથી મોટાભાગના વોંકળા આજે ગોતવા જઈએ તો મળે તેમ નથી જેના કારણે આપણે સૌ જોઈએ છે કે ચોમાસા દરમિયાન મોરબી શહેરમાં દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને હાલત ખૂબ દયનીય બની જાય છે. શહેરનાએ વોંકળાની ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરી પણ કરવામાં આવે છે. જેમાં લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે પરંતુ સાચી હકીકત એ પણ છે કે હાલે મોરબી શહેરનાં મોટાભાગના વોંકળા પર દબાણ કરી સ્કૂલ, મોટા શોપિંગ મોલ, મકાનો દુકાનો ખડકી દિધા છે અને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે તો પ્રિમોન્સુન કામગીરી ક્યાં કરે છે? તેવો સવાલ પુછાઇ રહ્યા છે જેથી આપણે થોડા જ મહિના પહેલા બાપાસીતારામ ચોક રોડ પર વોંકળા પર ડમ્પર ફસાયું હતું. તેવી જ રીતે વાઘપરા મેઈન રોડ પર મોટું શોપિંગ બનાવી નાખવામાં આવ્યું છે જેનો વિવાદ પણ સામે આવ્યો હતો. તો રવાપર રોડ ઉપર વોંકળા પર સ્કૂલ પણ બનાવવામાં આવી છે. તો ક્યાંક પ્લે સ્કૂલ પણ બનાવવામાં આવી છે. રામ ચોક થી ધુતારી સુધી નો વોંકળા સંપુર્ણ ગાયબ કરી દેવામાં આવ્યો છે.
આવા તો અનેક વોંકળા પર દબાણો અને બાંધકામો મોરબીમાં થયા છે.ત્યારે હવે મોરબી મહાનગરપાલિકા બન્યું છે અને તેમનાં દ્વારા બિનઅધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે લોકોને મોરબી મહાનગરપાલિકાના કમિશનર પાસે અપેક્ષા જાગી છે કે મોરબીના જે વોંકળા હતા તે તમામ ગોતી અને તેના પર થયેલા દબાણો દૂર કરવામાં આવે જેથી ચોમાસા દરમિયાન જે મોરબીની પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાય છે તે ન સર્જાય અને યોગ્ય પાણી નિકાલ થાય.
નાના માણસોના ઝુંપડા હટાવ્યા તેમ રાજકીય ઓથ હેઠળ વોંકળા પર કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર સ્વપ્નિલ ખરે ખરા ઉતરશે? કે કેમ! તો જ લોકોને વધુ પસંદ આવશે તસ્વીર દેખાતા વોંકળા શોધી ને વોંકળા નું દબાણ કરાવે નહીંતર તો લોકો કહેશે આ તો વાલા દવલાની નીતિ કરે છે તેવી માન્યતા લોકો શરૂ થઈ ગઈ છે.