GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીને  પેરોલ ફર્લો સ્કવોડ ઝડપી લીધો 

MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીને  પેરોલ ફર્લો સ્કવોડ ઝડપી લીધો

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે પ્રોહીબીશન કેસમાં નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જીલ્લાના થરા વિસ્તારમાંથી ઝડપી લઇ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળના ગુનાનો આરોપી બ્રિજરાજસીંહ કૃષ્ણસીંહ ઝાલા હાલ બનાસકાંઠાના થરા ટાઉન વિસ્તારમાં હોવાની ચોકકસ બાતમી મળતા તુરંત એક ટીમ મળેલ બાતમી મુજબની જગ્યાએ તપાસ કરતા આરોપી બ્રિજરાજસીંહ કૃષ્ણસીંહ ઝાલા ઉવ.૩૨ રહે.મોરબી, દાઉદી પ્લોટ શેરી નં.૨ તા.જી.મોરબીવાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી પ્રોહીબીશનના ગુનામા સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button