MORBI:મોરબી શ્રીવડવાળા યુવા સંગઠન આયોજીત સમૂહ લગ્ન નાં સામૈયા માં બળદગાડા, ઘોડા ગાડી, ઊંટ અને વિન્ટેજ કારે જગાવ્યું આકર્ષણ!
MORBI:મોરબી શ્રીવડવાળા યુવા સંગઠન આયોજીત સમૂહ લગ્ન નાં સામૈયા માં બળદગાડા, ઘોડા ગાડી, ઊંટ અને વિન્ટેજ કારે જગાવ્યું આકર્ષણ!
નાસિક ઢોલ અને રાસમંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રઝમટ બોલી !
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબીમાં મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આજે લીલાપર- કેનાલ રોડ ઉપર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરાયું છે. જેમાં ૪૨ યુગલો પ્રભુતામાં પગલાં પાડયાં છે. આ સમૂહ લગ્ન પહેલા સાંજે ભવ્ય સામૈયુ નીકળ્યું હતું.
આજે સમૂહ લગ્નમાં સર્કિટ હાઉસથી લઈ બાપા સીતારામ ચોક સુધી મોટી સંખ્યામાં કાર અને બાઇકની રેલી નીકળી હતી. ત્યારબાદ બાપા સીતારામ ચોકથી સામૈયુ શરૂ થયું હતું. જેમાં ૩૦ બગી, ૩૦ ઘોડા, ૧ ઉટ, ૨ બળદગાડા અને ૫ વિન્ટેજ કાર તેમજ ૨૦૦ કાર અને ૩૦૦ બાઇક સહિતના આકર્ષણો હતા. ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા.
આ સામૈયામાં નાસિક ઢોલ અને રાસમંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રઝમટ બોલી હતી. સામૈયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં દીકરીઓની ભવ્ય એન્ટ્રીથી લઈ સંગીત કાર્યક્રમ જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા હોવાથી દીકરીઓ અને સમગ્ર સમાજ માટે આ અવસર અદભુત બની રહ્યો છે. આ પ્રસંગમાં ૨૫૦૦/- થી વધુ સ્વયં સેવકોની ફોજ ખડેપગે રહી ને વ્યવસ્થા સંભાળી હતી. તેમજ અહીં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સાતસો જેટલા સ્વયં સેવકોએ વ્યવસ્થા સંભાળી હતી અને સુરક્ષા વ્યવસ્થા માટે પાંચસો જેટલા સિક્યુરિટી ગાર્ડ ગોઠવવામાં આવી હતી.
સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપી હતી.આ સાથે લગ્ન દરમિયાન વ્યસન મુક્તિ, અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા હતા. રાત્રે ૧૦ વાગ્યે સંગીત કાર્યક્રમ યોજાયો હતો સુપ્રસિદ્ધ લોકગાયિકા રસ્મિતાબેન રબારી, ગાયક દેવપગલી, માલધારી મોરલો અને દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ, લોકગાયિકા મિતલબેન રબારી, વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારી સુર રેલાવ્યા હતાં . એક જુની પરંપરા મુજબ નાં લગ્ન નું આયોજન જેમાં તેમનો પહેરવેશ પહેરીને રબારી સમાજ આવ્યો હતો.