GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આમ આદમી પાર્ટી મોરબી મહાનગર પાલિકા ચૂંટણી લડી લેવાનાં મૂડ માં

MORBI:આમ આદમી પાર્ટી મોરબી મહાનગર પાલિકા ચૂંટણી લડી લેવાનાં મૂડ માં

 

 

Oplus_0

આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમ ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઇઈટાલીયા , મનોજભાઈ સોરઠીયા તથા કૈલાશદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ની અધ્યક્ષતા માં મોરબી જિલ્લામાં સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં આવનારા સમયમાં યોજાનાર ચૂંટણીઓ ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા માં મજબૂત બને એ માટે મોરબી જિલ્લા પ્રમુખ ,મહામંત્રી અને મોરબી મહાનગરપાલિકા ઇન્ચાર્જ ની નીમણુંક કરી છે. મોરબી જિલ્લા પ્રમુખ તરીકે મહાદેવભાઈ ચતુરભાઈ પટેલ ની નીમણુંક કરી છે. મહાદેવભાઈ આમ આદમી પાર્ટી ના પુર્વ પ્રમુખ રહીં ચુક્યા છે અને ખુબ જ મહેનતું અને લડાયક મિજાજ ધરાવે છે.મોરબી મહાનગરપાલિકા ઇન્ચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયા ની નીમણુંક કરી છે. વસંતભાઈ બે વખત મોરબી નગરપાલિકા ચુંટણી જીત્યા છે. વસંતભાઈ આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળી હતી. અત્યારે મહાનગરપાલિકા ની ચુંટણી ને ધ્યાનમાં લઈને અને મોરબી મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મજબુત બને એ માટે સખ્ખત મહેનત કરે છે. જ્યારે મોરબી જિલ્લા મહામંત્રી તરીકે યુવા ચહેરો પંકજભાઈ આદ્રોજા ની નીમણુંક કરી છે પંકજભાઈ આમ આદમી પાર્ટી ના પાયાના પથ્થર સમાન છે સત્તત પાર્ટી પાછળ તન મન ધન થી મહેનત કરે છે. પંકજભાઈ આમ આદમી પાર્ટી માં ૨૦૧૮ થી જોડાયેલા છે અને શરૂઆત માં સોશિયલ મીડિયા થી પાર્ટીમાં સેવા આપી હતી પછી યુવા મહામંત્રી તરીકે યુવા ટીમ મજબુત બનાવવી હતી અને હવે મોરબી જિલ્લા ટીમ મજબુત બને એ માટે તેમની નીમણુંક કરી છે…

Back to top button
error: Content is protected !!