MORBI:કાયદા કોઈના બાપની જાગીર નથી કાયદા થી મોટું કોઈ નહિ : નવરાત્રીમાં પણ આવું જ હોવું જોઈએ
MORBI:કાયદા કોઈના બાપની જાગીર નથી કાયદા થી મોટું કોઈ નહિ : નવરાત્રીમાં પણ આવું જ હોવું જોઈએ
હમણાં ગણેશ ઉત્સવ દરમ્યાન કલેક્ટર દ્વારા વિસર્જન ને લઈને ચોક્કસ જાહેરનામું બહાર પાડેલું તેમ છતાં અમુક આયોજકો દ્વારા પોતાની મનમાની ચલાવી મરજી મુજબ મચ્છુ ૩ માં જ વિસર્જન કર્યું જેથી મોરબી પોલીસ દ્વારા આયોજકો વિરુદ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદ દાખલ કરાય
આવનારા દિવસો માં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે જે માં જગદંબા ની આરાધના ભક્તિ નું પર્વ છે જેને લઇ ને મોરબીના જાગૃત વકીલ અગ્રણી દિલીપ અગેચનિયા અને કે ડી લંકેશ દ્વારા કલેક્ટર ને રજુવાત કરવામાં આવી છે જેમા નવરાત્રી દરમ્યાન જાહેરનામું બહાર પાડી તેની કડક અમલવારી થાય
નવરાત્રિમાં બાળાઓ ગરબેઘુમી રાસ રમતી હોય છે જેમાં શક્તિચોક માં થતી ગરબી કે ગામડામાં થતી ગરબી ભારતીય ભાતીગળ પરંપરા નું ઉદાહરણ છે જેની સામે કોઈ ને પણ વાંધો n હોઈ શકે પ્રાચીન અને ધાર્મિક ગરબી ગુજરાતીઓ ની અસ્મિતા છે જેમાં અમે પણ સહભાગી છીએ
પરંતુ નવરાત્રિના નામ ડિસ્કા પાર્ટી, પાસ સાથેની ક્લબ પાર્ટી વેસ્ટર્ન સંસ્કૃતિ ને પ્રાધાન્ય આપતી ગરબી નામ માત્રની ગરબીઓ હોઈ છે જેનો મુખ્ય હેતુ આર્થિક હોઈ છે જેને માતાજીની. ભક્તિ સાથે કોઈ લેવા દેવા હોતું નથી ફક્ત હિન્દી ગીતો ઉપર ડાન્સ થાય છે જેમાં હાઈ ફ્રિકવન્ટ સાઉન્ડ વગાડી મોડે સુધી નાચ કરવામાં આવે છે જેના થી સગર્ભા મહિલા બાળકો, અને સિનિયર સિટીઝન ઉપર ગંભીર અસર પડે છે માટે ફક્ત ગ્રાઉન્ડ માં સંભળાય તેટલા જ સાઉન્ડ નું મંજૂરી આપવી.ભૂતકાળ માં સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર અવેદનો અને રજુવાટ કરવામાં આવી.
નવરાત્રી દરમ્યાન મોડે સુધી ખુલ્લા રહેલા પાન ગલ્લાઓ અને દુકાનો ૧૧ વાગે બંધ કરવી જેથી લોકોના ટોળાઓ ના બેસે. બાળાઓ અને મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ ની C ટીમ ની વ્યવસ્થા કરવી. અને ટ્રાફિક ના સર્જાય એ માટે પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવું જેથી કોઈ મેડિકલ ઇમરજન્સી ના સર્જાય.જો કોઈ જાહેરનામા નો ભંગ કરે તો બે રોક કાર્યવાહી થાય
અમુક લોકો દ્વારા આર્થિક પ્રવૃતિ માટે દેશની આર્મીના ફાળા જેવા એજન્ડા રાખવામાં આવે છે અને ફાળા ના નામ પર ફોટો સેશન અને ખોટી પ્રસિદ્ધિ મેળવાઈ છે ભારત દેશ વિશ્વગુરુ બનવાની હરોળ તરફ જઈ રહ્યો છે જેના સૈનિક ની સહાદાત બાદ તેના પરિવાર માટે ફાળો ઉઘરાવા માં આવે એ ખૂબ જ દુર્ભાગ્ય કેવાય જેની અસર સરહદ પાર જાન હથેળી પર લઈ ને ઉભેલા સૈનિક પર થાય છે ભારત સરકાર આર્મી દ્વારા ડોનેશન માટે ટેકસ ફ્રી એકાઉન્ટ જાહેર કરેલ છે માટે કોઈ ખોટી પ્રસિદ્ધિ માટે ફાળા ઉઘરાવા ની જાહેરાત ના કરે તેવા તંત્ર દ્વારા આદેશ કરવા જોઈએ સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલ ૧૧ નિયમો જેવા કે ફાયર એનઓસી , સિક્યુરિટી વ્યવસ્થા, પરફોર્મન્સ લાઇસન્સ, બુકિંગ લાઇસન્સ, મેડિકલ ટીમ, કેનટીન લાઇન્સ વગરે આયોજકો એ પાલન કરવાનું રહેશે નહિ તો ફ્રી પસી મોરબી પુલ કે રાજકોટ અગ્નિ કાંડ જેવી ઘટના ન ઘટે