GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પંચવટી સોસાયટી પાણી પ્રશ્ને ટાંકામાં બેસીને જળ ત્યાગ કરનાર ઉપવાસીને લેખિત ખાતરી આપી પારણા કરાવ્યા

MORBI:મોરબી પંચવટી સોસાયટી પાણી પ્રશ્ને ટાંકામાં બેસીને જળ ત્યાગ કરનાર ઉપવાસીને લેખિત ખાતરી આપી પારણા કરાવ્યા


મોરબીના પંચવટી સોસાયટીમાં રહેતા ચેતનકુમાર મનસુખભાઈ ભીલા નામના નાગરિકે પાણીના ટાંકામાં બેસી ગઈકાલે અનશન ઉપવાસ શરુ કર્યા હતા અને આજે સોસાયટીના રહીશોએ મહાપાલિકા કચેરીએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધ બાદ ધારાસભ્ય ઉપવાસીની મુલાકાતે પહોંચ્યા હતા અને મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા લેખિત બાહેંધરી મળતા હાલ મામલાનો સુખદ અંત આવ્યો છે

મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાતો ના હોય જેથી સ્થાનિક દ્વારા પાણીના ટાંકામાં બેસી વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે સોસાયટીના રહીશો મહાપાલિકા કચેરી ધસી ગયા હતા જ્યાં આપ નેતાની ઉપસ્થિતિમાં રામધુન બોલાવી વિરોધ કર્યો હતો જે સમગ્ર ઘટનાક્રમને પગલે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ ઉપવાસ કરનાર ચેતનભાઈના ઘરની મુલાકાત લીધી હતી અને લેખિત બાહેંધરી બાદ મામલો થાળે પડ્યો હતો મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા હાલ કામ ચલાઉ તેમજ કાયમી પ્રશ્નના ઉકેલની ખાતરી આપવામાં આવી છે ત્યારે ઉપવાસીએ મ્યુનીસીપલ કમિશ્નર તેમજ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, કે ડી બાવરવા અને આપ નેતા પંકજ રાણસરીયાના હસ્તે પારણા કર્યા હતા

Back to top button
error: Content is protected !!