MORBI:પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ કરાયું

MORBI:પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ કરાયું
શ્રી પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ, બળેવ અને રક્ષાબંધન પર્વના પાવન અવસર પર તારીખ 23 ઓગસ્ટ 2026, રવિવારના રોજ નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સનાતન ધર્મ સંસ્કૃતિના જતન અને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખવાના આશયથી આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત મોરબીના વિવિધ પ્રમુખ ધાર્મિક સ્થળો પરથી ભૂદેવો તથા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક જનોઈ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
જનૉઈ વિતરણના મુખ્ય ધાર્મિક સ્થળો: અગ્નેશ્વર મહાદેવ મંદિર – ગાયત્રી મંદિર (વાઘપરા) – સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ – બ્રહ્મપુરી સોસાયટી – કુબેરનાથ મંદિર – ત્રિલોકધામ – શોભેશ્વર મહાદેવ મંદિર – પરશુરામધામ મંદિર
આ તમામ ધાર્મિક સ્થળો પરથી કુલ 1001 નિઃશુલ્ક જનોઈનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો બોહળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગૃપ મોરબીના પ્રમુખ કૌશલભાઈ મહેતા, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, મહામંત્રી ધર્મભાઈ રાવલ તેમજ વિજયભાઈ રાવલ, દિવ્યેશભાઈ મહેતા, ભાર્ગવ મહેતા, હિમભાઈ દવે, દીપભાઈ પંડ્યા, બળદેવભાઈ, આશિષભાઈ દવે, દેવભાઈ ભટ્ટ, ચિરાગભાઈ ઠાકર, ભાર્ગવભાઈ શુક્લા, ઋષિભાઈ આચાર્ય, હાર્દિકભાઈ ભટ્ટ, દેવાશીષ જાની અને કપિલભાઈ દવે સહિતના સભ્યોએ ભારે જહમત ઉઠાવી હતી.
કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ પરશુરામ યુવા ગૃપ દ્વારા આ સેવાકાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ ધર્મપ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.







