BANASKANTHAKANKREJ

શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન પાટણ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટેની કારકિર્દી માર્ગરદર્શન  સેમિનાર યોજાયો.

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી જેના પાટોળાં જગ વિખ્યાત છે એવી પાટણની પાવન ભુમીમાં વસવાટ કરતો પ્રજાપતિ સમાજ અનેક સેવાકીય કર્યો કરે છે.જેમાં  શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ ગુર્જર પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર એપી.એમ.સી હોલ ખાતે યોજાયો હતો.દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.જેમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પ્રમુખ રમેશભાઇ, શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ સંચાલિત પ્રજાપતિ છાત્રાલયના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,ગૂમડાં મસ્જિદ પ્રાથમિક શાળાના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ,શિક્ષક મંજીભાઈ પ્રજાપતિ,રઘુભાઈ પ્રજાપતિ સહિત ૨૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આ સેમિનાર માં ગ્રેજ્યુએટ પછી યુ.પી.એસ.સી./જી.પી. એસ.સી.ફોરેન સ્ટડી એક્ઝામ તેમજ સ્કોલરશીપ અંગે માહિતી આપવામાં આવેલ.વક્તા ડો. ચેતન પ્રજાપતિ,કૌશિક પ્રજાપતિ અને ગુંજન પ્રજાપતિએ અલગ અલગ વિષયો ઉપર વ્યક્તવ્ય આપ્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રશ્નોની ચર્ચાઓ કરી સંતોષકારક જવાબ આપવામાં આવેલ. યુવા સંગઠનના પ્રમુખ સોહનભાઈ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન તેમજ મંત્રી રાકેશભાઈ ઓઝાએ વક્તાઓ,શ્રોતાગણ અને યુવા સંગઠનના સભ્યોનો આભાર માન્યો હતો.આ સેમિનારમાં યુવા સંગઠનના ઉપપ્રમુખ નિકેશભાઈ, સભ્ય કમલેશભાઈ,રોહિતભાઈ, સુમિતભાઈ,સંજયભાઈ, મહેશભાઈ,રોહિતભાઈ, મુકેશભાઈ,મેહુલભાઈ, જગદીશભાઈ વગેરે હાજર રહી, છેલ્લે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!