MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: મિત્રની દીકરીની સગાઈ તૂટતી બચાવવા ગયેલા યુવક પર પટ્ટાથી હુમલો

 

MORBI:મોરબી: “તારો કાકો દારૂડિયો છે” કહેવું ભારે પડ્યું, મિત્રની દીકરીની સગાઈ તૂટતી બચાવવા ગયેલા યુવક પર પટ્ટાથી હુમલો

 

 

મોરબી શહેરમાં મિત્રતાની ભાવના રાખીને આપેલી એક સાચી સલાહ યુવકને ભારે પડી ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મિત્રની દીકરીની સગાઈ ન તૂટે તેવા શુદ્ધ હેતુથી વરરાજાના કાકાની દારૂ પીવાની ટેવ વિશે સાચી હકીકત જણાવવી એક યુવક માટે મુસીબત બની ગઈ છે. આ વાતનો ખાર રાખીને આરોપીએ યુવકને રસ્તામાં આંતરી, પટ્ટા વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના નવલખી રોડ પર આવેલી સેન્ટ મેરી સ્કૂલની પાછળ રહેતા અને પ્લમ્બિંગનું કામ કરતા ૨૮ વર્ષીય અપુલભાઈ દિનેશભાઇ કાઠીયાએ આરોપી અમિત જયંતિલાલ વાઘેલા (રહે. દરબારગઢ પાસે, મોરબી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અપુલભાઈએ તેમના મિત્ર સંજયભાઇ ધોળકીયાની દીકરીની સગાઇ આરોપી અમિત વાઘેલાના ભત્રીજા સાથે કરાવી હતી. આ દરમિયાન અપુલભાઈએ મિત્રતાના દાવે સંજયભાઈને સાવચેત કરતા કહ્યું હતું કે, “અમિત દારૂ પીવાની ટેવ વાળો છે.”સંજયભાઈએ આ બાબતે અમિત સાથે વાત કરતા, અમિતને આ વાત ખૂબ જ ખરાબ લાગી હતી. આ સાચી હકીકત સામે આવતા જ આરોપી અમિતે મનમાં ખાર રાખી લીધો હતો. ત્યારબાદ આરોપીએ અપુલભાઈને રસ્તા વચ્ચે રોકી, ઉગ્ર બોલાચાલી કરી બિભત્સ ગાળો આપી હતી. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલા પટ્ટા વડે અપુલભાઈને આડેધડ બેફામ માર મારી શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર યુવકે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અમિત વાઘેલા વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!