WAKANER વાંકાનેરના ગારિડા પ્રા.શાળામાં વિદ્યાર્થીઓને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
WAKANER વાંકાનેરના ગારિડા પ્રા.શાળામાં વિદ્યાર્થીઓને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
તા. ૨૯ માર્ચ, ૨૦૨૫ ને શનિવારના રોજ શ્રી ગારિડા પ્રાથમિક શાળામાં ૧૦૮ એબ્યુલન્સ વાનની સેવા કાર્યનું બાળકોને નિદર્શન કરાવી માહિતગાર કરવામાં આવ્યા હતા
૧૦૮ એબ્યુલન્સ વાન અને સાથે આવેલ ડૉક્ટર્સ દ્વારા બાળકોને સામાન્ય પ્રશ્નો પૂછી ૧૦૮ દ્વારા કઈ કઈ સેવાઓ મળે છે તેના જવાબો મેળવ્યા હતા. ડૉક્ટર દ્વારા ૧૦૮ ની સેવાઓની માહિતી આપવામાં આવી. અકસ્માત થવો, હાર્ટ એટેક આવવો, ઑક્સિજનનું પ્રમાણ ઘટવું, ઝેરી દવા પીવી, આપઘાત વગેરે જેવી મુશ્કેલીના સમયે ૧૦૮ એમ્બ્યુન્સ દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી યોગ્ય હોસ્પિટલે પહોંચાડી માનવ જાનહાનિ ને ટાળવાનો પ્રયત્ન કરે છે. ૧૦૮ એમ્બ્યુન્સની સેવા વિના મૂલ્યે આપવામાં આવે છે, તે અંગે વિદ્યાર્થીઓનું વિશેષ ધ્યાન દોર્યું હતું. શાળાના આચાર્ય દિનેશભાઈ ડેંગળા દ્વારા ડો. હિતેશભાઇ ભરવાડ અને ડો.રાજદીપસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દિનેશભાઈ ડેંગળા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.