HALVAD:હળવદના સુખપર (દેવપુર) ગામે પ્લોટ અને માતાજી લાવવા બાબતે કુટુંબીઓ વચ્ચે ધીંગાણું: સામસામી ફરિયાદમાં ૭ સામે ગુનો નોંધાયો




HALVAD:હળવદના સુખપર (દેવપુર) ગામે પ્લોટ અને માતાજી લાવવા બાબતે કુટુંબીઓ વચ્ચે ધીંગાણું: સામસામી ફરિયાદમાં ૭ સામે ગુનો નોંધાયો

લાકડાના ધોકા અને પથ્થરો વડે મારામારીમાં બંને પક્ષના ચારથી વધુ લોકો ઘવાયા
સુખપર (હળવદ):હળવદ તાલુકાના દેવપુર (સુખપર) ગામે મકાનના પ્લોટ અને અગાઉ ચોરે માતાજી લાવવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને એક જ કુટુંબના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. લાકડાના ધોકા અને પથ્થરોથી થયેલી મારામારીમાં બંને પક્ષે ચારથી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે હળવદ પોલીસે સામસામી ફરિયાદના આધારે કુલ સાત શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બંને પક્ષની ફરિયાદ અને પ્રથમ પક્ષની ફરિયાદ: જેસીંગભાઈ ખેંગારભાઈ પંચાસરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મકાનના પ્લોટ બાબતે તેમના પુત્ર સીંધાભાઈ અને કુટુંબી ભાઈ લાલજીભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ લાલજીભાઈ, બહાદુરભાઈ, બળદેવભાઈ અને કરણભાઈએ ભેગા મળી લાકડાના ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હતો. જેમાં જેસીંગભાઈને માથામાં પથ્થર વાગતાં ફ્રેક્ચર અને છ ટાંકા આવ્યા હતા, જ્યારે અન્ય સભ્યોને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
સામે પક્ષની વળતી ફરિયાદ: બહાદુરભાઈ કુકાભાઈ પંચાસરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૧ સપ્ટેમ્બરના રોજ ગામના ચોરે માતાજી લાવવા બાબતે તેમના ભાઈ બળદેવભાઈ અને સીંધાભાઈ વચ્ચે તકરાર થઈ હતી. આ બાબતનો ખાર રાખી જેસીંગભાઈ તથા તેમના પુત્રો સમરથભાઈ અને સીંધાભાઈ લાકડાના ધોકા લઈને ધસી આવ્યા હતા અને મારામારી કરી બહાદુરભાઈને માથામાં બે ટાંકા તથા શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી.
પોલીસે ગુનો નોંધેલા આરોપીઓની યાદી ૧. લાલજીભાઈ બહાદુરભાઇ પંચાસરા ૨. બહાદુરભાઈ કુકાભાઈ પંચાસરા ૩. બળદેવભાઈ કુકાભાઈ પંચાસરા ૪. કરણભાઈ બહાદુરભાઈ પંચાસરા ૫. જેસીંગભાઈ ખેંગારભાઈ પંચાસરા ૬. સમરથ જેસીંગભાઈ પંચાસરા ૭. સિંધાભાઈ જેસીંગભાઈ પંચાસરા(તમામ રહે. દેવપુર/સુખપર, તા. હળવદ) આ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


