GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની ચલાલી પ્રા.શાળામાં લગાવેલા સીસીટીવી કેમેરા અસામાજિક તત્વો દ્રારા તોડી પાડયા.!!

 

તારીખ ૦૬/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ચલાલી ગામે પ્રાથમિક શાળાની નવી બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા છે બે કેમેરા શાળાના કેમ્પસ બાજુ લગાવેલા હતા અને બીજાં કેમેરા ઓફિસ બાજુ લગાવેલાં હતા તે પૈકી ના ત્રણ કેમેરા તોડી નાખવામાં આવ્યા છે ત્યારે સાંજ પડે ને પંથકમાં ચારે કોર ચોર ચોરની બુમો સંભળાય રહી છે ત્યારે ગઈ સાંજે રાત્રીના સમયે ચલાલી પ્રાથમિક શાળામાં લગાવેલ કેમેરા તોડી નાખવામાં આવ્યા હતા હવે સીસીટીવી કેમેરા કોણે શા માટે તોડ્યા તે હવે પોલીસ તપાસ પછી જ જાણવા મળશે ત્યારે લોકોમાં થતી ચર્ચા શું ચોરીના ઇરાદે કેમેરા તોડવામાં આવ્યા હશે ? શું ચોરો દ્રારા ચોરીના ઇરાદે પ્રાથમિક શાળાને નિશાન બનાવ્યું હતું ?

Back to top button
error: Content is protected !!