GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લાલપર નજીક ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મળી આવ્યો
MORBI:મોરબીના લાલપર નજીક ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મળી આવ્યો
મોરબી તાલુકાના લાલપર નજીક ક્રિષ્ના હોટલ નજીક બે દિવસ પહેલા કેનાલ પાસે યુવાન ડૂબી જતા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો જે બાદ ફાયર બ્રિગેડે સર્ચ રેસ્ક્યુ હાથ ધરતા બે દિવસ બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે ક્રિષ્ના હોટલ પાસે રહેતા વિપુલભાઈ ભુપતભાઇ કણસાગરા ઉ.22 નામનો યુવાન કોઈ કારણોસર કેનાલ પાસે આવેલ ડેમમાં ડૂબી જતાં ઘટના અંગે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો, બાદમાં મોરબી ફાયર ટીમે સર્ચ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા બે દિવસ બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી