GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જાંબુડીયાની સીમમાંથી કેબલ વાયરની ચોરીનો ગુનો ઉકેલાયો: LCB એ બે આરોપીઓને ઝડપ્યા

 

MORBI:મોરબીના જાંબુડીયાની સીમમાંથી કેબલ વાયરની ચોરીનો ગુનો ઉકેલાયો: LCB એ બે આરોપીઓને ઝડપ્યા

 

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ રોલેક્ષ સ્પ્રે ડાયર નામના માર્બલ કટીંગના કારખાનામાંથી આશરે એકાદ મહિના પહેલા થયેલી ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરીનો અનડિટેક્ટ ગુનો ઉકેલવામાં મોરબી એલસીબી (ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમને સફળતા મળી છે. પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, ગત તા. 05/07/2026 ના રોજ રાત્રિના સમયે અંકુરભાઈ ડાયાભાઈ કગથરાની માલિકીના રોલેક્ષ કારખાનામાં અજ્ઞાત તસ્કરોએ પ્રવેશ કરી ચાલુ લાઈનના કેબલ વાયરની ચોરી કરી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુનાની તપાસ દરમિયાન એલસીબી ટીમ મથકેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોરીનો માલ વેચવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ:વિજય અજયભાઈ ભરવાડિયા સલાટ (ઉં.વ. 20, રહે. જાંબુડીયા, તા.જી. મોરબી) ઘેલો જમાલભાઈ ભરવાડિયા (ઉં.વ. 21, રહે. રફાળેશ્વર મચ્છુનગર, તા.જી. મોરબી)પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 40,000 ની કિંમતનો આશરે 80 મીટર ઇલેક્ટ્રિક કેબલ વાયર જપ્ત કર્યો છે. બંને આરોપીઓ અને મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!