MORBI:મોરબીના ઘુંટુ ગામે પાટીદાર યુવા સેવા સંઘની ત્રીજી મટિંગ નું આયોજન




MORBI:મોરબીના ઘુંટુ ગામે પાટીદાર યુવા સેવા સંઘ ની ત્રીજી મટિંગ નું આયોજન

આવતી કાલે તારીખ ૨૧-૩-૨૦૨૫ શુક્રવાર ના રોજ રાત્રે. ૯ :૦૦ કલાકે ઘુંટુ ગામે પાટીદાર યુવા સેવા સંઘ ની ત્રીજી મટિંગ નું આયોજન કરવામાં આવેલ છે . આ મેટિંગ ની અંદર વક્તા તરીકે (૧)દિનેશભાઈ બાંભણીયા ( પાટીદાર ભવન જસદણ પ્રમુખ ) (૨) અશ્વિન પટેલ અમદાવાદ ( હાઈકોર્ટ એડવોકેટ ) કાનૂની માહિતી આપસે (૩)મનોજ પનારા ( પાટીદાર યુવા સેવા સંઘ પ્રમુખ)

હાજરી આપવાના છે. આ સાથે આ મીટિંગ મા મોરબીમાં વ્યાજ ખોરી , ભ્રષ્ટાચાર , ગુંડાગીરી,લુખાગીરી, રોમિયોગીરી , પાટીદારો પાસે થી પૈસા પડાવવા , જમીનપચાવી પાડવી , ક્રિકેટ સટા રમાડવા , જુગાર રમાડવાની ઈવેન્ટો ગોઠવવી ,ઓનલાયન ગેમિંગ ,નશીલા પદાર્થો નું વેચાણ , હનીટ્રેપ મા ફસાવવા જેવા અનેક મુદ્દાઓની આ મિટિંગ મા ચર્ચા વિચારણા થસે અને તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કરવા મા આવશે સાથે પાટીદાર યવાનો ની એકતા અને સંગઠન મજબૂત મજબૂત બનાવવામાં આવશે




