GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ગૌરક્ષક દળ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

 

MORBI:મોરબીમાં ગૌરક્ષક દળ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

 

ગૌરક્ષક દળ મોરબી જિલ્લા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનું આયોજન નિરાધાર ગૌશાળા, મહેન્દ્રનગર પીપળી રોડ, મોરબી ખાતે કરવામાં આવશે.

કાર્યક્રમ અંતર્ગત રાત્રે 8:00 વાગ્યાથી ધૂન, ભજન અને રાસ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે 11:00થી 12:00 વાગ્યા સુધી શ્રીકૃષ્ણ જન્મોત્સવ તથા મહાઆરતી યોજાશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાવિકો માટે પવિત્ર પ્રભુ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે.આ સમગ્ર કાર્યક્રમના આયોજક તરીકે દિનેશ લોરિયા (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ), અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, દિલ્હી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.ધાર્મિક માહોલમાં યોજાનાર આ ભવ્ય જન્મોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!