MORBI:મોરબીનાં વીસીપરા ફાટક નજીક રેલવે ફાટક ના કારણે સર્જાતા ટ્રાફિકજામનાં કારણે વાહન ચાલકોને હાલાકી.
MORBI:મોરબીનાં વીસીપરા ફાટક નજીક રેલવે ફાટક ના કારણે સર્જાતા ટ્રાફિકજામનાં કારણે વાહન ચાલકોને હાલાકી.
મોરબીના વીસીપરા નજીક આવેલ ફાટક ના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાઓ બનતી હોય છે જેના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી નો સામનો કરવો પડતો હોય છે.
અત્રે મહત્વની વાત એ છે કે મોરબીના વિસિપરા ફાટક નજીક વે બ્રિજ હોવાના કારણે ત્યાં અવાર નવાર ટ્રેન ઉભી રહેતી હોય છે. જેના કારણે વાહનચાલકોને લાંબા સમય સુધી રસ્તા પર ઉભું રહેવું પડતું હોય છે. જેના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. અત્યારે આ ટ્રાફિક સમસ્યા મોરબી વાસીઓ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. આગળ નવલખી વેબ્રિજ ઘણીવાર બંધ હોય જેના કારણે વીસીપરા ખાતે આવેલ વેબ્રિજ પર વજન કરવા માટે ટ્રેન ઉભી રહેતી હોય છે જેના કારણે ખૂબ હાલાકી પડતી હોય છે. ત્યારે જો વેબ્રિજના સ્થાનને થોડું બદલવામાં આવે અથવા તો થોડું પાછળ કરવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા માંથી હંમેશને માટે છુટકારો મળી શકે છે.