GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મચ્છોનગર ગામે રહેણાંક વિદેશી દારૂની બોટલ સાથે બે ઝડપાયા
MORBI:મોરબીના મચ્છોનગર ગામે રહેણાંક વિદેશી દારૂની બોટલ સાથે બે ઝડપાયા
મોરબીના મચ્છોનગર ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂના વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બે ઇસમોને તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ કરી મોંઘીદાટ સ્કોચ-વ્હિસ્કીની ૬ નંગ બોટલ કિ.રૂ.૧૦,૩૨૦/- સાથે આરોપી હર્ષભાઇ બીપીનભાઇ વાછાણી ઉવ-૨૪ રહે.પ્રભુકૃપા ટાઉનશીપ મોરબી મુળગામ ખડીયા તા.માણાવદર જી.જૂનાગઢ તથા નીશાંતભાઇ સુરેશભાઇ અઘેરા ઉવ-૩૧ રહે. ઉમા ટાઉનશીપ વૈભવ-એ તા-જી મોરબી વાળા એમ બે આરોપીઓની સ્થળ ઉપરથી અટકાયત કરી બન્ને વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.