MORBI:મોરબીના વેજીટેબલ રોડ પર બે યુવક પર એક શખ્સ દ્વારા છરી વડે હુમલો કર્યો :એકનું મોત નિપજ્યું
MORBI:મોરબીના વેજીટેબલ રોડ પર બે યુવક પર એક શખ્સ દ્વારા છરી વડે હુમલો કર્યો :એકનું મોત નિપજ્યું
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ઝઘડો કરી યુવક એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો જ્યા સારવારમાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામા પલટાયો હતો. તેમજ એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉંમર 38) રહે ધરમપુર (મૃતક) તથા જગદીશભાઈ ધીરુભાઈ બારોટ રહે. ભાગ્ય લક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ (ઇજાગ્રસ્ત) મોરબીના વેજીટેબલ રોડ પર બંને મિત્રો આશાપુરા મંદિરમાં સેવા કેમ્પ માટે જવાનું આયોજન કરતા હતા અને તેના માટે જગદીશ અને મિત્રો કપડાં લેવા જતા હતા તે દરમિયાન ઈરફાન દાઢી નામની વ્યક્તિએ ઝઘડો કરી જગદીશ અને શામજી ચાવડા પર છરી વડે હુમલો કરી દિધો હતો જેમાં શામજીભાઇ પોપટભાઈ ચાવડાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. તેમજ જગદીશ બારોટને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી જઈ ફરિયાદ નોંધવાની અને હત્યારાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.