GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કામ સરખી રીતે કરવા બાબતે યુવક પર હુમલો: બેલા ગામે યુપીના યુવકે રૂમ પાર્ટનરનું માથું ફોડી નાખ્યું

 

MORBI:મોરબી કામ સરખી રીતે કરવા બાબતે યુવક પર હુમલો: બેલા ગામે યુપીના યુવકે રૂમ પાર્ટનરનું માથું ફોડી નાખ્યું

 

મોરબી:તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી ‘એકઝોટિકા સીરામીક’ ફેક્ટરીની લેબર કોલોનીમાં કામની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સાથે રહેતા રૂમ પાર્ટનરે જ યુવક પર લોખંડના પાઇપ વડે જાનલેવા હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની મળતી વિગત મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલીના વતની અને હાલ એકઝોટિકા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય વિકાસકુમાર અનંતિપ્રસાદ યાદવે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત ૩૦ ઓગસ્ટના રોજ સવારે વિકાસકુમાર પોતાના રૂમ પર હાજર હતા, ત્યારે ફેક્ટરીમાં વ્યવસ્થિત રીતે કામ કરવા જેવી નજીવી બાબતે તેમના રૂમ પાર્ટનર અભિષેક રામસુમેર યાદવ સાથે બોલાચાલી થઈ હતી.

આ તકરાર દરમિયાન આરોપી અભિષેક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી વિકાસકુમારને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ રૂમમાં પડેલો લોખંડનો પાઇપ ઉપાડીને વિકાસકુમારના માથામાં સણસણતો ઘા મારી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થયેલા યુવકને તાત્કાલિક અસરથી સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડી પાડવા માટે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!