GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

WAKANER:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે સેનાપતિની કચેરી, રા.અ.પો.દળ.જુથ-૧૩, ઘંટેશ્વર(રાજકોટ)ની ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’, ‘એફ’, હેડ ક્વાર્ટર તથા ‘એમ.ટી’ કંપનીના અધિ.શ્રી/જવાનોની વર્ષ-૨૦૨૪ના પ્રથમ તબક્કાની અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી આગામી તા.૦૪-૦૩-૨૦૨૪ થી તા.૧૫-૦૩-૨૦૨૪ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૦૪-૦૩-૨૦૨૪ થી તા.૧૫-૦૩-૨૦૨૪ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!