GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મનદુઃખનો ખાર રાખી યુવક ઉપર પાંચ શખ્સોએ કર્યો હુમલો

WAKANER:વાંકાનેર ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મનદુઃખનો ખાર રાખી યુવક ઉપર પાંચ શખ્સોએ કર્યો હુમલો

 

 

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં અગાઉ ગાડીના પૈસાની લેતી દેતી બાબતના મનદુઃખનો ખાર રાખી પાનની દુકાને ઉભેલ યુવક ઉપર પાંચ શખ્સો દ્વારા લોખંડનો પાઇપ, છરી તથા લાકડાના ધોકા વડે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ શખ્સો સ્થળ ઉપરથી જતા રહ્યા..

મળતી માહિતી મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા હતપાલસિંહ કિશોરસિંહ ઝાલા નામના ૨૫ વર્ષીય યુવકે વાંકાનેર સીટી પોલીસ સમક્ષ આરોપી સંજયભાઈ રાણાભાઈ રાજગોર, અંકુર ઉર્ફે ભાણુ, લાલો ઉર્ફે શીવાજી રાજગોર, કેવલ મોહનભાઈ રાજગોર તથા અનીલ રાજગોર રહે.તમામ ભાટીયા સોસાયટી વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૨/૦૩ના રોજ સાંજના સમયે હરપાલસિંહ ભાટીયા સોસાયટીમાં આવેલ ઉમિયા પાનની દુકાને ઉભા હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપી સંજયભાઈ જે ભાટીયા સોસાયટીમાં રહે છે તેની બે ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મનદુઃખ થયું હોય જેનો ખાર રાખી સંજયભાઈ રાજગોર અને અંકુર ઉર્ફે ભાણું હાથમાં ધોકો અને છરી લઈને આવ્યા હતા, અને હરપાલસિંહને માથામાં અને કપાળે ઇજાઓ પહોંચાડી હતી, જે દરમિયાન અન્ય ત્રણેય આરોપીઓ પણ ત્યાં આવી હરપાલસિંહને લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા હતા, અન્ય લોકોએ છોડાવેલ, ત્યારે જતા જતા તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા, બનાવ બાદ હરપાલસિંહને સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં લાવતા ત્યાં સીટી સ્કેન સહિતના રિપોર્ટ જોઈ મોરબી રીફર કરવામાં આવતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કર્યા હતા, હાલ વાંકાનેર સીટી પોલીસે હરલાલસિંહની ફરિયાદને આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!