WAKANER:વાંકાનેરમાં સૌ પ્રથમ વખત સ્ટાર લાઈટ ફેશન શો યોજાયો
WAKANER:વાંકાનેરમાં સૌ પ્રથમ વખત સ્ટાર લાઈટ ફેશન શો યોજાયો
આરીફ દિવાન વાંકાનેર: 1903 આસપાસ (Lucile) નામની એક બ્રિટિશ ડિઝાઈનર સૌથી પહેલા મોડલ્સ દ્વારા ફેશન શો ની શરૂઆત કરી હોવાનું માનવામાં આવે છે ત્યારે 1990 મા આપણા દેશની રાજધાની દિલ્હી (નવી દિલ્હી) ભારતનો સૌ પ્રથમ ફેશન શો આયોજન ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(FDCI) અને અન્ય ખાનગી આયોજકો દ્વારા શરૂઆત થઈ છે જે આજના આધુનિક યુગમાં ડિઝાઇન ફેશન યુવા વર્ગમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેશન ડિઝાઇનથી યુવા વર્ગમાં થનગનાટ સમયની પરિસ્થિતિને પ્રધાન્ય મળી રહ્યું હોય જેના પરિણામે મોટાભાગના ફેશન શો દિન પ્રતિ દિન પરિસ્થિતિને આધીને નિર્માણ પામી રહ્યું છે ત્યારે વાંકાનેર ના મોરબી નેશનલ હાઈવે ખાતે ફેશન શો યોજાયો છે જેમાં વાંકાનેર પંથક ના વિવિધ ગ્રામ્ય વિસ્તાર માં થી અંદાજે 30 થી 40 જેટલી મહિલા એ 60 દિવસના તાલીમ કેમ્પમાં ભાગ લઈ ફેશન શો માં રંગબેરંગી કપડાની ડિઝાઇન ના પ્રદર્શન રજુ કરવામાં આવ્યું હતું જે આજના આધુનિક સમયમાં ફેશન ના દોર દરેક શહેર જિલ્લાની આન બાન શાન ના ભાગરૂપે મોટા ભાગના શહેરમાં ફેશન શો પ્રદર્શન યોજાતું હોય છે ત્યારે વાંકાનેરમાં સૌપ્રથમ વખત વાંકાનેર મોરબી હાઇવે પર ની રોયલ ઈન હોટલ માં પીપળીયા રાજની મહેબૂબભાઇ સરપંચ ની પુત્રી ઝફરુનિશા બેન કડીવાર એ દીકરી દીકરો એક સમાન કહેવતને સાર્થક કરી બતાવ્યું હોય તેમ વાંકાનેરમાં સ્ટાર લાઈટ ફેશન શો શો નું આયોજન કર્યું હતું જેમાં વાંકાનેર પંથકમાં થી 30 થી 40 દીકરી એ ભાગ લઈ પ્રથમ સ્ટાર લાઈટ ફેશન શો ને રોનકદાર કરી દીધો હતો જે દરેક મહિલાઓ માટે પ્રેરણા રૂપ સાથે મહિલાઓને આત્મા નિર્ભર કરવા બે માસનો ટ્રેનિંગ કેમ્પ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકઝફરૂનનિશા મહેબૂબભાઈ કડીવાર એ સારી એવી જહેમત ઉઠાવી હતી અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે ઈરફાન પીરઝાદા તેમજ પીપળીયા રાજના અગ્રણી પૂર્વ સરપંચ આયોજક ના પિતા મહેબૂબભાઈ કડીવાર અને મહંમદ જુબેર કડીવાર અક્રમભાઈ શેરસિયા સહિત રાજકોટના દેવલ બેન અને મોરબીના નેન્સી બેન ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને બિરજાવી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી