GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો

WAKANER વાંકાનેરના વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો

 

 

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે વિદેશી દારૂનો જથ્થો ભરેલી હેરાફેરી કરતી કાર મળી આવી હતી જેથી પોલીસે ૧૬૮ બોટલ દારૂ સાથે ૪.૦૧ લાખનો મુદામાલ કબજે કરીને હાલમાં કારચાલકની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

Oplus_131072

વાંકાનેરના નાયબ પોલીસ અધિક્ષકએસ.એચ.સારડાની સૂચના મુજબ હોળી ધુળેટીનો તેહવારને ધ્યાને રાખીને પોલીસ દ્વારા દારૂની બદીને ડામવા માટે કામ કરી રહી છે અને તેવામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના કિર્તિસિંહ બહાદુરસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસે રોડ પરથી આરોપી સમદેવસિંહ ગજુભા ઝાલા (૩૬) રહે. રાયસંગપર તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાને અલગ અલગ બ્રાન્ડની દારૂની ૧૬૮ બોટલ જેની કિંમત ૧,૦૧,૫૫૬ તથા કાર નં, જીજે ૧ કેયુ ૯૦૮૦ જેની કિંમત ત્રણ લાખ રૂપિયા આમ કુલ મળીને ૪,૦૧,૫૫૬ નો મુદ્દામાલ કબજે કરેલ છે. અને હાલમાં જે આરોપીને પકડેલ છે તેની પાસેથી દારૂનો જથ્થો મંગાવનાર વિશાલ ગોરધનભાઈ કોળી રહે. વરડુસર તાલુકો વાંકાનેર વાળા હાજર મળેલ ન હતો જેથી કરીને બન્ને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધીને દારૂ મંગાવનાર આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી વાંકાનેરના તાલુકા પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!