WANKANER:વાંકાનેરના રંગપર નજીક કન્ટેનરે બે બાઈકને ચાલકને હડફેટે લિઘા પાંચને ઈજા
WANKANER:વાંકાનેરના રંગપર નજીક કન્ટેનરે બે બાઈકને ચાલકને હડફેટે લિઘા પાંચને ઈજા
વાંકાનેરના રંગપર ગામ નજીક રેડરેન કારખાના સામે કન્ટેનરના ચાલકે બેદરકારીથી કાવું મારતા ત્રિપલ સવારી મોટર સાઈકલને હડફેટે અનુ મોટર સાઈકલ સાથે અથડાતા દંપતી સહીત પુત્ર રોડ પર નીચે પડી જતા ઈજા પાંચ વ્યક્તિઓને પહોચી હતી તો કન્ટેનર ચાલક સ્થળ પર વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે
વાંકાનેરના લાકડધાર ગામે રહેતા હેતલબેન મેરામભાઈ મકવાણા એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા તેનો દીકરો ચિરાગ અને સાહેદ મેરામભાઇ પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ એન ૪૮૪૫ લઈને પોતાના ગામ જતા હોય દરમિયાન રંગપર ગામ નજીક રેડરેન કારખાના પાસે હાઈવે પર પહોચતા આગળ જતા કન્ટેનર જીજે ૧૮ એઝેડ ૮૨૭૮ વાળા એ પોતાનું વાહન પુર ઝડપે બેદરકારીથી ચલાવીને કાવું મારી સાહેદ નું મોટર સાઈકલ જીજે ૩૬ એન ૪૮૪૫ ટ્રકના જોટાની પાછળના ભાગે અથડાતા હેતલબેન,મેરામભાઇ અને તેનો દીકરો ચિરાગ નીચે પડી જતા બાદમાં જોરથી બ્રેક મારતા પાછળથી આવી રહેલ અન્ય મોટર સાઈકલ જીજે ૧૨ બીડી ૬૮૨૩ કન્ટેનર સાથે પાછળના ભાગે સાઈડમાં અથડાતા હેતલબેન, મેરામભાઇ અને ચિરાગને ઈજા પહોચી હતી તો અન્ય મોટર સાઈકલ ચાલક શૈલેશભાઈ તથા પ્રવીણભાઈને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો કન્ટેનર ચાલક સ્થળ પર વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે