WANKANER:વાંકાનેર”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારના ૮ મોબાઇલ ફોન શોધી મૂળ માલીકને પરત કર્યા.
WANKANER:વાંકાનેર”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારના ૮ મોબાઇલ ફોન શોધી મૂળ માલીકને પરત કર્યા.
વાંકાનેર સીટી પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ CEIR પોર્ટલનો ઉપયોગ કરી ૮ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂ.૨,૬૩,૯૮૯/- હતી. જે પૈકી એક ગુમ થયેલો મોબાઇલ ફ્લિપકાર્ટ ઉપર સેકન્ડ-હેન્ડ મોબાઇલ તરીકે વેચાયો હોવાની જાણ થતાં, વાંકાનેર પોલીસ ટીમે ટેક્નિકલ મોનિટરિંગ અને સતત સંપર્ક દ્વારા તે પરત પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાની સુચનાથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાહિતમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ એચ.એ. જાડેજાના સુપરવિઝન હેઠળ, અનાર્મ પો.કોન્સ. ભરતભાઈ દલસાણીયા દ્વારા CEIR પોર્ટલમાં ગુમ થયેલા મોબાઇલની એન્ટ્રી કરવામાં આવી હતી, સતત મોનિટરિંગ અને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા કુલ ૮ મોબાઇલ મળી આવ્યા હતા. જે પૈકી અરજદારનો વનપ્લસ બ્રાન્ડનો મોબાઇલ ફ્લિપકાર્ટ ઉપર સેકન્ડ-હેન્ડ મોબાઇલ તરીકે વેચાયા હોવાની માહિતી મળતાં, પોલીસ ટીમે ફ્લિપકાર્ટ કંપનીના કર્મચારી સાથે સતત સંપર્કમાં રહી તેને શોધી કાઢ્યો અને મૂળ માલિકને પરત કર્યો હતો. આમ, CEIR પોર્ટલનો ઉપયોગ કરી એક સાથે કુલ- ૦૮ મોબાઇલ ફોન પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસે સાર્થક કરેલ છે.