WANKANER:વાંકાનેરના જેતપરડા ગ્રામ પંચાયત ગૌચર દબાણ દૂર કરવામાં તાલુકા વિકાસ અધિકારે પગલાં ન ભરતા અરજદારે પોલીસ સ્ટેશનમાં અરજી કરી.
WANKANER:વાંકાનેરના જેતપરડા ગ્રામ પંચાયત ગૌચર દબાણ દૂર કરવામાં તાલુકા વિકાસ અધિકારે પગલાં ન ભરતા અરજદારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી.
રીપોર્ટ અર્જુનસિંહ વાળા વાંકાનેર
એક તરફ ગુજરાત સરકાર દબાણ દૂર કરવા કડક પગલાં ભરી રહી છે તો બીજી બાજુ અમુક અધિકારીઓ દબાણ દૂર કરવામાં મેલી નીતિ આપવાની રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.
જેતપરડા ગામના એક જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતની ગૌચર જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવા રજુવાતો કરવામાં આવી રહી છે તેમ છતાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી માત્ર કાગળ લખી એક ટેબલ પરથી અરજી બીજા ટેબલ ઉપર ફેરવી રહ્યા છે. વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને અવારનવાર રજુવાત કરવા છતાં ગૌચર જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવા માટે અધિકારી દ્વારા કોઈ ચોક્કસ પગલાં ન ભરતા આજરોજ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના જાગૃત નાગરિક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દબાણ દૂર કરવા અંગે ચોક્કર કાર્યવાહી કરવા લેખિતમાં રજુવાત કરી છે.ત્યારે જોવાનું રહ્યું કે ગૌચર જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવાની હિંમત કોઈ અધિકારી કરે છે કેમ?