BANASKANTHAGUJARATPALANPUR
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કોલેજમાં મળી માતૃભાષા મને ગુજરાતી અંતર્ગત કાર્યક્રમો આયોજન કરેલું
22 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કોલેજમાં મળી માતૃભાષા મને ગુજરાતી અંતર્ગત કાર્યક્રમો આયોજન કરેલું જેમાં લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર ડો. કિશોરસિંહ સોલંકી, ડો.સતીષ પટેલ, શ્રી મદારસિંહ હડીયોલ, શ્રી ભીખુસિંહ પરમાર જેવા મહેમાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત માતૃવંદનાથી કરવામાં આવી. પ્રથમ બેઠકમાં વક્તાએ માતૃવંદનાનું મહત્વ સમજાવ્યું. ડૉ. સતીષ પટેલે માતૃભાષાના પડકારોની વિગતે વાત કરી.
કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના લાઈબ્રેરીયન શ્રી રાજેશ ચૌહાણે કર્યું. કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેલા.