
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
કહી ખુશી કહી ગમ : જિલ્લામાં મેઘરજ, મોડાસા સહીત અનેક તાલુકામાં વરસાદ,ખેતરો બન્યા તળાવો. વાત્રક નદીમાં નવા નીર.પશુ માટેનો ચારો પાણીમાં
ઉત્તર ગુજરાતમાં ગઈ કાલે રાત્રીના સમયે ખાબકેલ વરસાદ થી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જેમાં અરવલ્લી જિલ્લામાં પણ ગઈ કાલે રાત્રીના સમયે ભિલોડા, મેઘરજ, માલપુર, ધનસુરા, મોડાસા, બાયડ તાલુકામાં વિવિધ ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ ને મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં સીજનમાં પહેલી વાર નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો બીજી તરફ મેઘરજ ના કુણોલ,વાવકંપા, શણગાલ, રેલ્લાંવાડા સહીત અનેક વિસ્તારમાં સરેરાશ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી,નાળા,છલકાયા હતા શણગાલ ની માજુમ નદીમાં નવા નિર આવ્યા હતા. તો વધારે વરસાદ ને કારણે કહી ખુશી કહી ગમ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારમાં ખેતરો પાણી થી ભરાઈ ગયા હતા તળાવમાં ફેરવાયા હતા.ખેતી લાયક વરસાદ ને સામે જે ખેડૂતો એ ખેતી કરી હતી અને ખેતરમાં પાણી ભરાયા છે તે ખેડૂતો ને પાક નિષ્ફર જવાની ભીતિ પણ સેવાઈ રહી છે.ખેતરમાં પશુ માટે ઉગાડેલ ઘાસચારો પાણીમાં ગરકાવ થયો હતો.મોડાસા શહેરમાં સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો ગત મધ્ય રાત્રીએ મોડાસા પંથકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો ધોધમાર વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હંગામી બસ સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ભરાયા હતા ચાર રસ્તા અને કુમકુમ પાર્ટી પ્લોટ પાસેના મેઘરજ રોડ પર પણ પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરવવાના કારણે વાહન ચાલકો અને રાહીદારી ઓને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.આમ ગઈ રાત્રીના સમયે ખાબકેલા વરસાદ થી કેટલાક અંશે ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળયો હતો






